
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નેપાળ માં પોખરા ખાતે ફસાયેલાં અરવલ્લી જિલ્લાના ટીંટોઈના 4 લોકો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી
નેપાળમાં ફસાયેલા અરવલ્લી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અંગેની માહિતી
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલનને કારણે અરવલ્લી જિલ્લાના ટીંટોઈ, તા. મોડાસા, જિ. અરવલ્લીના નાગરિકો બિહારથી ભાડે કરેલી ગાડી સાથે ડ્રાઈવર સહિત પોખરા, નેપાળ ખાતે ફસાયેલા હોવાનો સંદેશો તા.10/09/2025ના રોજ પ્રાપ્ત થયો હતો. આ અંગે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, અને તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે.
ફસાયેલા નાગરિકોની વિગતો:
1 ખરાડી રામજીભાઈ વાલજીભાઈ, અરવલ્લી
2 ખરાડી વીણાબેન રામજીભાઈ, અરવલ્લી
3 ખરાડી અંકિતભાઈ રામજીભાઈ, અરવલ્લી
4 બોદર પ્રિયંકાબેન દિલીપભાઈ, અરવલ્લી
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર હાલમાં પણ આ નાગરિકોના સતત સંપર્કમાં છે અને તેમની સુરક્ષા અને સ્થિતિ અંગે નિયમિત જાણકારી મેળવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તેમની સુરક્ષા અને સલામત પરત ફરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
અરવલ્લી
હિતેન્દ્ર પટેલ



