GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આંબેડકર સ્મરણાંજલિ સમિતિ અને કોંગ્રેસ દ્વારા બાબા સાહેબના અપમાન અંગે મામલતદારને બે અલગ-અલગ આવેદનપત્ર

 

તારીખ ૨૩/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સોમવારે કાલોલ કોંગ્રેસ અને આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા કાલોલના મામલતદાર વાય.જે.પુવારને બે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરાવવા માંગ કરી છે. કાલોલ કોંગ્રેસ તેમજ આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા સાથે મળી કાર્યાલય થી રેલી સ્વરૂપે બાબા સાહેબની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ જેમા મુખ્યત્ત્વે જણાવેલ છે કે,હાલમાં ભારતની સંસદનુ સત્ર ચાલી રહેલ છે. અને સંસદમાં અત્યારે સંવિધાનનો ૧૦૯ મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજુ કરવામાં આવ્યો છે. સંવિધાન સંશોધનના ખરડા ઉપર સંસદમાં ચર્ચા ચાલી રહેલ છે.આ ચર્ચા દરમિયાન તા ૧૭ ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ ધ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટીપ્પણી કરીને બાબા સાહેબનું અપમાન કરેલ છે. ડો.બાબા સાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ ધર્મની જનતાના મનમાં સન્માન પુર્ણ સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આર્દશ છે અને દુનીયા ભરમાં જાણીતા છે વધુમાં બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળનાં કારણે કરોડો દલિતો વંચિતોને આભડછેટના સદીઓથી જુના અભિશાપ થી મુક્તિ મળી હોવાના કારણે ડો. આંબેડકર ને દેશને દલિત સમાજ ભગવાન જ માને છે.ગૃહમંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય નિંદનીય નિમ્ન અને બેહુદા નિવેદનના કારણે તમામ આંબેડકર વાદી સવિધાન ને માનનારી તમામ જનતામાં રોષ ફેલાયેલો છે તેમજ બાબા સાહેબને ભગવાન માનનાર દલિત સમાજની લાગણી દુભાયેલ છે એટ્રોસીટી એકટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમા ઉંચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યકિત વિશે ખરાબ ટિપ્પણી કરીને બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુધ્ધમાં એટ્રોસીટી એકટ ની જોગવાઈઓ મુજબ ગુનો નોંધવામાં આવે અને સંસદ સભ્યનુ પદ પાછું ખેંચી સસ્પેન્ડ કરવામા આવે તથા લોકસભાના સ્પીકરની આ જવાબદારી છે કે સંસદમાં ખોટુ વર્તન કરવા બદલ પગલાં ભરવા તેમ છતાં કોઈ સ્પીકર ધ્વારા પગલાં લેવામા આવેલ નથી જેથી સ્પીકરને પણ પદ ઉપર દુર કરવામાં આવે તેવી માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!