કાલોલ તાલુકા ની જેલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

તારીખ ૨૭/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ કાર્યક્રમ હેઠળ જેલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ની શાળાનાં આચાર્ય અંજુમનબેન દાદુ દ્વારા ૨૭/૦૬/૨૦૨૪ નાં રોજ ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ગોધરા જિલ્લા પંચાયત ના મહેસુલ વિભાગ નાં અધિકારી કે.એ.વસાવા ઉપસ્થિતિ રહ્યા હતા તદઉપરાંત ડેરોલ સ્ટેશન પે સેન્ટર ના સી.આર.સી. અક્ષયભાઈ પટેલ તથા દાતા તરીકે જેઓ સિંહ ફાળો આપ્યો તેવા નિવૃત્ત પ્રોફેસર નયનાબેન મહેશકુમાર પરીખ સાથે બીજા અન્ય દાતાઓ,ગામજનો સાથે આજુબાજુ ની સ્કૂલો ના શિક્ષકો ની ઉપસ્થિતિ માં બાળકોને દફતર,પાણી ની બોટલ, લંચબોક્સ,નોટબુક તથા બીજા નાના મોટા અનેક ઇનામો આપી ભણતર નુ મહત્વ સમજાવી તેમના ભણતર ની રૂચિ જાગે તે રીતે સફળતા પૂર્વક પ્રવેશોત્સવ પાર પાડવા માં આવ્યો હતો.







