મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઈન,એક પેડ માં કે નામ,વૃક્ષા રોપણ,પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ,સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત …
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઈન,એક પેડ માં કે નામ,વૃક્ષા રોપણ,પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ,સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત ...
જુનાગઢ શહેરને હરિયાળું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેમાં જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આજ તા: ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ સંવિધાન હત્યા દિનની ઉજવણીમાં ઉપસ્થિત તમામ શહેરીજનોને સવારે ૧૧:૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજ,મોતીબાગ રોડ,જુનાગઢ ખાતે માન.મેયરશ્રી ધર્મેશભાઈ પોંશીયા,માન.સંસદસભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા, માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, માન.કલેકટરશ્રી અનીલ રાણાવસિયા,માન.કમિશનરશ્રી તેજસ પરમાર,સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર,પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ,નાયબ કમિશનરશ્રી અજય એસ.ઝાંપડા તથા જયેશભાઈ પી. વાજા,શાસકપક્ષના નેતાશ્રી મનનભાઈ અભાણી,દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી,શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા દ્વારા બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરી રોપા વિતરણ રથ મારફતે વિનામૂલ્યે ૪૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે પ્રોજેક્ટ ઓફિસરશ્રી હાજાભાઇ ચુડાસમા,બગીચા સુપર વાઈઝરશ્રી રાજુભાઈ પરમાર,મહાનગર પાલીકા,જુનાગઢના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.આગામી દિવસોમાં પણ શહેરીજનોને મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા નિયત કરેલ ફોર્મ ભર્યેથી વિનામૂલ્યે રોપાઓ આપવામાં આવશે. મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઈન,એક પેડ માં કે નામ,વૃક્ષા રોપણ,પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ,સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત કરવામાં આવેલ છે.