અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળ્યુ : સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ધજાગરા થતા હોય તેવી સ્થિતિ, ફોટો અભિયાન હોય તેવું તો નથી ને..?
હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ શરુ છે અને વિવિધ જિલ્લામાં અધિકારીઓ થી લઇ અનેક લોકો જોડાયા છે અને અભિયાન સાર્થક નીવડે તે માટે ઠેળ ઠેળ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે પરંતુ આ ઝુંબેશ હવે કેટલીક વાર સાર્થક નીવડતું ના હોય તેવું લાગી રહયું અભિયાન માત્ર ફોગ્રાફ્સ માટે હોય તેવું લાગી રહયું છે
બે દિવસ પહેલા મેઘરજ નગરમાં અને શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી સહીત અનેક લોકો અભિયાનમાં જોડાયા હતા અને ફોટો પણ પાડ્યા હતા હજુ માત્ર બે જ દિવસ થયાં છે અભિયાન ની શરૂઆતના મેઘરજ શહેરમાં પાણીની ટાંકી પાસે આવેલ માણીકબા આંગણવાડી આગળ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા ત્યારે કહી શકાય કે બે દીવસ પહેલા તંત્ર ધ્વારા સ્વચ્છતા ના માત્ર ફોટા પડાવીને દેખાવ કર્યો હોય તેવી સ્થિતિ મેઘરજ શહેરમાં જોવા મળી રહી છે
સફાઈ કર્મચારી જ આગણવાડી આગળ ઢગલા કરતા કેમેરામાં કેદ થયો છે આ બાબતે ગાયત્રી સોસાયટીના રહીશો દ્વારા પણ તંત્ર ને અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં ગંદકી દૂર થતી નથી અને હાલ સ્વચ્છતા હી સેવા અભિયાન શરુ છે ત્યારે માત્ર ને માત્ર ફોટા અભિયાન હોય તેવું લાગી રહયું છે