દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪
AJAY SANSIJune 29, 2024Last Updated: June 29, 2024
16 1 minute read
તા. ૨૯. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સેવાકીય પ્રવૃતિને વરલી છે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના દાતા વસંતભાઈ કારેલીયા દ્વારા તેમને પુત્ર જયેશભાઈ ની યાદ માં નાના ભૂલકાઓને સ્કૂલબેગ આપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવામાં આવે છે. બાળકો અભ્યાસમાં રસ દાખવે અને તેઓને યોગ્ય પ્રોત્સાહન મળે એવો શુભારંભ થાય તેવા ઉત્તમ આશયથી સ્કૂલબેગ અને કીટ આપવામાં આવે છે .યોગ્ય વાતાવરણ જ સર્વાંગી વિકાસમાં સહાયભૂત બને છે. પ્રોજેક્ટ ચેરમેન લા કમલેશ લીમ્બાચીયા દ્વારા દાહોદ ની આજુબાજુ છાપરી સરપંચ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા, કાળી તળાઈ પ્રાથમિક શાળા ,ખેરીયા પ્રાથમિક શાળા, છાણ ઘાટી પ્રાથમિક શાળા, નવા ઝુપડા વર્ગ પ્રાથમિક શાળા જાલત, પાંચ શાળાઓમાં ૧૫૦ નાના ભૂલકાઓને સ્કુલ બેગ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો જેમાં કેબિનેટ સેક્રેટરી લા યુસુફી કાપડિયા રિજીયન ચેરમેન લા અનિલ અગ્રવાલ ,સેક્રેટરી લા સેફીભાઈ પિટોલવાલ ,રેડક્રોસના એન કે પરમાર, સામાજિક કાર્યકર ડો નરેશ ચાવડા વિવિધ ગામના સરપંચ ,વિવિધ શાળાઓના આચાર્ય ,વાલી મિત્રો અને શિક્ષક મિત્રો દ્વારા ઉત્સાહપૂર્વક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા