શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ-પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને CCC કોર્સથી માહિતગાર કરાયા
12 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા એન.પી.પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં સરકાર માન્ય ઓલ ઇન્ડિયા વેલીડ NCT અને ISO માન્ય ત્રણ પ્રમાણપત્રો સાથેની CCC સર્ટિફિકેટની ફાઈલ વિદ્યાર્થીઓ રાહત દરે મેળવી શકે તે માટે ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સોસાયટી-ગાંધીનગર તરફથી આવેલા અમીબેન ગોસ્વામીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આપણા દેશના તમામ રાજ્યોમાં અપાતી તમામ સરકારી વર્ગની પરીક્ષાઓમાં આ સર્ટિફિકેટ માન્ય રહેશે તેવી વાત તેમણે વિદ્યાર્થીઓને સમજાવી હતી. ગોસ્વામી અમીબેનને સાંભળ્યા પછી વિદ્યાર્થીઓએ સરકાર માન્ય ત્રણ પ્રમાણપત્ર વાળી CCC ફાઈલ મેળવવા માટે ઉત્સાહભેર પોતાના નામ નોંધાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડોક્ટર મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારા વિભાગના કન્વીનર પ્રો. રિતિકસિંહ કુશવાહએ સફળતાપૂર્વક કર્યું હતું.