ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલા ત્રણ વાહન મૂળ માલિકને અર્પણ કર્યા.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક કરતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ

તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક કરતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હાના કામે કબજે કરવામા આવેલ વાહન નામદાર ચિક જ્યુડી.મેજી.સા. ધ્રાંગધ્રા નાઓની કોર્ટમા ફોજદારી કેશ નં.1326/2024 થી રજીસ્ટર થયેલ હતો જે કેશ તા.03/08/2024 ના રોજ ફેસલ થતા ગુન્હાના કામે કબજે કરેલ કુલ 3 વાહન માલીકને પરત ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આપ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યાની સુચનાથી પોલીસ સ્ટેશન ખાતે બીન જરૂરી પડી રહેલ મુદામાલ વાહન માલીકની તપાસ કરી કોર્ટ હુકમ મેળવી મુળ માલીકને પરત સોપવા સુચના કરેલ હોય ત્યારે ડીવાયએસપી જે. ડી. પુરોહીત ધ્રાંગધ્રા ડીવીઝન માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાના કામે કબજે કરવામા આવેલ વાહન, એક અશોક લેલન્ડ કંપનીની ગાડી જેના આરટીઓ રજી. નં GJ 12 BZ 9102 કિ.રૂ. 500,000 વાળુ તથા એક સફેદ કલરની અશોક લેલન્ડ કંપનીની ગાડી જેના આરટીઓ રજી. નં GJ 12 BZ 7239 કિ.રૂ. 500,000 વાળા બન્ને વાહનોના માલીક સદામહુશેનભાઇ કાસમભાઇ કેવર રહે ભુજ કચ્છ વાળાને તથા ટાટા કંપનીની ગાડી જેના આરટીઓ રજી.નં. GJ 12 CT 4126 કિ.રૂ.500,000 વાળુ વાહન માલીક મહંમદભાઇ ફારૂકભાઇ મુતવા રહે ભુજ કચ્છને ચિફ જ્યુડી.મેજી. ધ્રાંગધ્રાની કોર્ટમા ફોજદારી કેશ નં.1326/2024 થી રજીસ્ટર થયેલ હતો જે કેશ તા.03/08/2024 ના રોજ ફેસલ થતા ગુન્હાના કામે કબજે કરેલ મુદામાલ માલીકી ખરાઇ કરી પરત આપવાનો હુકમ થયેલ હોય જે હુકમ આધારે કુલ 3 વાહન માલીકોને માલીકી ખરાઇ કરી પરત આપવામાં આવ્યાં હતાં.



