ગોધરા નગરપાલિકાના સભ્ય દ્વારા જન્મદિવસ ની અનોખી ઉજવણી.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા નગર પાલિકાના સભ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન જીતુભાઈ સાવલાણી એ તેમના જન્મ દિવસની ઉજવણી નગર પાલિકાના પોતાના વિભાગના કર્મચારીઓ સાથે અટલ ઉધાનમાં તેઓને હાથે કેપ કપાવીને તેઓને ખવડાવી વિશિષ્ટ રીતે કરી હતી. આ ઉજવણી નગર પાલિકાના તમામ સભ્યો માટે ઉદાહરણ બની ગયેલ. સામાન્ય રીતે ઉચ્ચ પદ ધરાવતા પદાધિકારીઓ પોતાના સંલગ્ન સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ નગર પાલિકાના સભ્યે પોતાના વિભાગના અધિકારીને સાથે રાખી નાનામાં નાના કમૅચારી, રોજમદારો સાથે આ ઉજવણી કરેલ હતી. જીતુભાઇ સાવલાણી સ્પષ્ટ વક્તા સાથે પોતાના મત વિસ્તારના નાગરિકોને આપેલ વચનો પૂરા કરવાની છાપ ધરાવતા હોય તેઓને અનેક પ્રકારની શુભેચ્છાઓ અને શુભકાનાઓ પાઠવામાં આવેલ હતી.
હાલમાં ભારે વરસાદમાં તેઓના વોર્ડ વિસ્તાર સહિત સમગ્ર ગોધરામાં પાણીના ભરવા સમયે પણ તેઓની કામગીરી સમગ્ર ગોધરામાં પ્રશંસાપાત્ર બની રહેલ.ગોધરા વિધાનસભાના જન સંપર્ક કાર્યાલય ખાતે પણ તેઓની ઉજવણી માટે ભાજપના તમામ કાર્યકરોને આમંત્રિત કરવામાં આવેલ.અને તેઓની સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન થયેલ. કાઉન્સિલર દ્વારા વડીલોના આશિર્વાદ મેળવવામાં આવેલ.





