GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કમળાની અસર નિવારવા.કાલોલ નગરના દરેક વિસ્તારમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા સર્વે કરાયો.

તારીખ ૧૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કસ્બા વિસ્તારમાં કમળા ની અસર જોવા મળ્યા બાદ કાલોલ તાલુકાના આરોગ્ય વિભાગ ની 20 ટીમો દ્વારા આજરોજ સતત બીજા દિવસે કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વિવિધ વોર્ડના ઘરો ની મુલાકાત લઈ સર્વે કર્યો પીવાના પાણીમાં ક્લોરિન ટેબ્લેટ નાખી ક્લોરિનયુક્ત પાણી કરાયુ હતું જ્યાં લોકોને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપી. પીવાના પાણી સીવાય ના પાણી મા એન્ટી લાર્વલ નાખવામાં આવ્યું જેથી મચ્છર ની ઉત્પતિ ઘટે, નાના બાળકો ને ઓઆરએસ ના પેકેટ આપ્યા, નળમાંથી પાણીના સેમ્પલ લેવાયા તેમજ ચીફ ઓફિસર ને ક્લોરીનેશન કરાવવા માટે સૂચના આપી.





