GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકાર આપશે બોનસ

તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ઘઉંના પ્રતિ ક્વિન્ટલ ૨૪૨૫ના ભાવ પર વધુ ૧૫૦નુ બોનસ મેળવશે ખેડૂતો
Rajkot: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે રવિ માર્કેટિંગ સિઝન ૨૫-૨૬ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ ટેકાના ભાવ પર હવે રાજ્ય સરકાર દ્વારા ઘઉંના પ્રતિક ક્વિન્ટલે રૂ. ૧૫૦ બોનસ આપવામાં આવશે, જેનો લાભ લેવા રાજકોટ જિલ્લાના ખેડૂત મિત્રોને રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.



