ડેરોલ ગામે જાહેરમાં દારૂની મહેફીલ માણી બર્થડે પાર્ટીની ઉજવણી કરતા ત્રણ ઇસમોને કાલોલ પોલીસે પકડી પાડ્યા.બે વોન્ટેડ.

તારીખ ૧૯/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હુમન સોર્સીસ આધારે ચોક્કસ બાતમી મળેલ કે બોરું રોડ થી ડેરોલ ગામ તરફ જતા રેલ્વે બ્રિજની આગળ દેરોલ ગામમાં કેટલાક ઇસમો જાહેરના બેફામ રીતના બર્થડે પાર્ટીની ઉજવણી કરી જાહેરમાં દારૂની મહેફીલ માણી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે જે ચોક્કસ મળેલ બાતમીના આધારે સદર સ્થળ ઉપર તપાસ કરતા ત્રણેક જેટલા ઈસમોએ જાહેરમાં નશો કરેલ હાલતમાં તથા દારૂની જાહેરમાં મહેફીલ માણતા જોવા મળ્યા હતા જેથી કાલોલ પોલીસે ત્રણે ઇસમોને પકડી તેમનું નામ પૂછતાં ૧.પૃથ્વીસિંહ મનોજકુમાર ચાવડા રહે.કાલોલ તથા ૨.મંથનકુમાર સુરેશભાઈ ચૌહાણ રહે.કાછીયાની વાડી ડેરોલ સ્ટેશન રોડ કાલોલ.થતા ૩.ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો રામુભાઈ પરમાર રહે.ડેરોલ ગામ આ ત્રણ ઇસમોને પકડીને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી જ્યારે મહેફિલમાં સામેલ અન્ય બે ઈસમો યોગેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ચાવડા રે.કાલોલ તથા જયપાલસિંહ રાઠોડ રે કંડાચ એમ બે ને પકડવાના બાકી કુલ પાંચ સામે ગુનો દાખલ કર્યો છે.ત્યારે વધુ મળતી માહિતી મુજબ આ દારૂની મહેફિલમાં પકડાયેલ એક ઈસમ તો ડેરોલ ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર ૬ નો સભ્ય હોવાનું પણ જાણવા મળેલ છે ત્યારે ગ્રામ પંચાયતનો વૉર્ડ નં ૬ નો સભ્ય કાયદાનો ખુલ્લે આમ ભંગ કરી કાયદાના ધજાગરા ઉડાવી અયાશીઓ કરતા જોવા મળ્યો હતો.







