MORBI:મોરબીમાં ઘુટુ રોડ ઉપર ભંગારના ડેલામાંથી ૩૨૨ કિલો તાંબા અને પિત્તળનો શંકાસ્પદ જથ્થો કબ્જે કરી તપાસ શરૂ કરી!

MORBI:મોરબીમાં ઘુટુ રોડ ઉપર ભંગારના ડેલામાંથી ૩૨૨ કિલો તાંબા અને પિત્તળનો શંકાસ્પદ જથ્થો કબ્જે કરી તપાસ શરૂ કરી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાંથી તાંબા અને પિત્તળનો શંકાસ્પદ ૩૨૨ કિલો જથ્થો મળી આવ્ એલસીબી ની ટીમ દ્વારા કુલ મળીને એક લાખ સતાવન હજાર એકસો ની કિંમત નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ભંગારના ડેલા વાળા પાસેથી જરૂરી આધાર પુરાવા મંગાવવામાં આવ્યા છે.
મોરબી જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં કોપર વાયર, પ્લેટિનિયમ વાયર વગેરે જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરીને તેનું ભંગારવાળાઓને ત્યાં વેચાણ કરવામાં આવતું હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના જુના રોડ ઉપર આવેલ ગોપાલની પાછળના ભાગમાં આરીફભાઈ ઈસ્માઈલભાઈ મકવાણા નો ભંગારનો ડેલો આવેલ છે ત્યાં એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી ધીરુભાઈ લાભુભાઈ વરાણીયા રહે. વીસીપરા વાળો મળી આવ્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ ભંગારનો ડેલો આરીફભાઈ ઈસ્માઈલભાઈ મકવાણા રહે. ખાટકીવાસ મોરબી અને ઇમરાનભાઈ ઉમરભાઈ ભટ્ટી રહે. પંચાસર રોડ મોરબી વાળાનો હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ભંગારના ડેલામાંથી આધાર પુરાવા વગરનો તાંબા પિત્તળ નો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને કુલ રૂપિયા એક લાખ સતાવન હજાર એકસો ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.







