AMRELI CITY / TALUKOGUJARATRAJULA

ભાવનગર થી સોમનાથ યોજાઈ સ્કેટિંગ યાત્રા

યોગેશ કાનાબાર રાજુલા

ભાવનગર થી સોમનાથ યોજાઈ સ્કેટિંગ યાત્રા

ભાવનગર થી સોમનાથ સ્કેટિંગ યાત્રા યોજવામાં આવી જે ભાવનગર શહેરની સતત ૧૨ વર્ષથી સ્કેટિંગ ખાતે ખૂબ જ મોટું નામ ધરાવતી સંસ્થા લાઈન સ્કેટિંગ કલબ જેના દ્વારા ભાવનગર થી સોમનાથ 270 કિલોમીટર સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા અગાઉ ભગુડા તેમજ સારંગપુર સ્કેટિંગ યાત્રા નું આયોજન કરવામાં આવેલું ત્યારે આજે ભાવનગર થી સોમનાથ 10 બાળકો સાથે પોતાની ટીમ લઈને આ સ્કેટિંગ યાત્રા આજે સવારે રાજુલા પહોંચતા રાજુલા દર્શન હોટલ ખાતે વિવિધ અગ્રણીઓ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો ત્યારે આ સ્કેટિંગમાં સાત વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોએ આ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે આ સંસ્થાના આયોજક એ જણાવ્યું કે અત્યારના આધુનિક જમાનામાં અમારો મુખ્ય ઉદ્દેશ બાળકોને વિશેષ્ય કંઈક અમે આપી શકીએ સાથે સાથે બાળકો મોબાઇલમાંથી બહાર નીકળી અને બીજી અન્ય પ્રવૃત્તિમાં જોડાય તેવો મુખ્ય હેતુ છેત્યારે આજના આ સ્કેટિંગ યાત્રામાં આવેલા તમામ બાળકોને રાજુલા શહેરમાંથી પધારેલ વિવિધ અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી સાથે સાથે તમામમાં બાળકોને ફુલહાર કરી સ્વાગત કરેલ કરેલ્ આજના આ સ્વાગત કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ વાઘ સાગરભાઇ સરવૈયા દીપકભાઈ ઠક્કર શ્યામુભાઈ ઠક્કર જયેશભાઈ દવે પ્રફુલ દાદા
નિરવભાઈ ભટ્ટ સહિત ના વિવિધ અગ્રણી વ્યક્તિ ઓ હાજર રહેલ….

Back to top button
error: Content is protected !!