કાલોલ તાલુકાના પીંગળી ગામે રામદેવપીર ના નેજા ચડાવી ભક્તોએ આરતી નો લાહવો લીધો.

તારીખ ૦૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે રામદેવ યુવક મંડળ અને યુવા મિત્રો, ગ્રામજનો એવા ભાવિક ભકતો દ્વારા દર વર્ષે ભાદરવા મહિના ના રામદેવપીર ના નોરતા ચાલતા હોય ત્યારે આ વર્ષે પણ રામદેવપીર ના નેજા ચડાવી ધજા રોહણ કરવામાં આવી હતી સમસ્ત ગ્રામજનો ડી. જે ના તાલે ભક્તિ ગીતો સાથે ગામ માં વરઘોડા માં જોડાયા હતા અને ઘરે ઘર સુઘી મહાપ્રસાદ પહોચાડવા માં આવ્યો હતો ભક્તિ ગીતો અને ભજનો સાથે આ ગામ ની ખુબી એ છે કે અહી ક્ષેમ કલ્યાણી માતા નું મંદિર ,પીરદાદાનું પ્રાચીન મંદિર આવેલું છે અને વીર ભાથીખત્રી મહારાજ એટલે ભાથીજી મહારાજ નું મંદિર અને પિંગ્લેશ્વર મહાદેવ મંદિર આવેલું છે સાથે ગામ માં પ્રણામી મંદિર પણ આવેલું છે આમ જોવા જઈએ તો ગામની સીમમાં સેમોડીમાતા, લાછીમાતા અને વાયનાથ મહારાજ નું થાનક આવેલું છે ગ્રામજનો પ્રથમ આ તળાવ ની પાળ પર બાંધેલું પીર નું મંદિર આવેલું છે ત્યાં દર્શન કર્યા બાદ દરેક મદિર ના દર્શન કરે છે પીર ના એણે પરચા પૂર્યા છે જે ધાડ પાછી પાડી હતી એવું સાક્ષાત સ્વરૂપ છે જે ધાડી મહુડી એવું આજે પણ સાંભડવા મળે છે અહીં દરવર્ષે નેજા ચડાવી ને ભવ્ય ભક્તિમય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે યુવા કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો દરેક સ્વયંસેવક તરીકે પોતાની વ્યક્તિગત ફરજ સમજી કામગીરી હાથ ધરી કામ કરે છે જે બાબતે ખુબ સરસ કાર્યક્રમ યોજાયો હતો આરતી ઉતાર્યા બાદ મહાપ્રસાદ લઈ સૌ ભકતો છુટા પડ્યા હતા.






