MORBI:મોરબી જેઈલ રોડપર ગુરૂકૃપા કોમ્પલેક્ષને ફાયર સેફ્ટી વગરના કોમ્પલેક્ષ મહાનગરપાલિકા ફાયર વિભાગે સીલ કર્યું

MORBI:મોરબી જેઈલ રોડપર ગુરૂકૃપા કોમ્પલેક્ષને ફાયર સેફ્ટી વગરના કોમ્પલેક્ષ મહાનગરપાલિકા ફાયર વિભાગે સીલ કર્યું
મોરબીના જેલ રોડ પર આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સને આજે સીલ મારવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફટી સિસ્ટમ ન હોવાથી મનપાના ફાયર બ્રિગ્રેડ વિભાગે આકરું વલણ અપનાવ્યું હતું. ફાયર સેફટી ન હોવાથી આ કોમ્પ્લેક્સને મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમના અભાવે શહેરના જેલ રોડ ઉપર આવેલા ગુરુકુપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રથમ ત્રણ નોટિસ ફટકરવામાં આવી હતી.અને બાદમાં 22 ઓગસ્ટના રોજ આ કોમ્પલેક્ષને સીલીંગ કરવાની પણ નોટિસ પણ આપવામાં આવેલી હતી. તેમ છતાં આ કોમ્પલેક્ષના સંચાલકોએ આ અંગે કોઈપણ પ્રત્યુતર આપવાની જરાય દરકાર કરી ન હતી. આથી નોટિસનો સમયગાળો પૂર્ણ થતા અને ફાયર સેફ્ટીની સિસ્ટમ કોમ્પ્લેક્સ દ્વારા વસાવવામાં આવેલી ન હતી તેની કોઈપણ લેખિત રજૂઆત આપવામાં આવેલી ન હતી તેથી આજરોજ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. જો કે ત્રણ ત્રણ નોટિસ આપેલી હોવા છતાં ફાયર સેફટી ન વસાવતા સીલ માર્યું હોય અને જ્યાં સુધી ફાયર સેફટી સિસ્ટમ નહીં વસાવે ત્યાં સુધી કોમ્પ્લેક્સને સીલ રહેશે તેવું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.









