Rajkot: રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટમાં વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી.

તા.૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દિવાળી ટલે અંધકાર પર પ્રકાશની જીત, અજ્ઞાનતા પર જ્ઞાનની જીતનું પ્રતીક, દિવાળી પ્રકાશ, સમૃદ્ધિ, એકતા, ક્ષમા, ખુશી અને પ્રેમનો તહેવાર છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ આજ ઉદેશ્ય સાથે આ દિવાળીમાં જ્ઞાનના દીપને પ્રગટાવી લોકોના જીવનમાં અંધકારરૂપી અજ્ઞાનતા દૂર થાય તે માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, સાયન્ટિફિક વર્કશોપ, સાયન્ટિફિક મુવી, આઉટડોર ગેમ્સ, તેમજ ખાસ દિવસોની ઉજવણીઓ કરવામાં આવી હતી.
આ દિવાળીને સ્પેશિયલ દિવાળી તરીકે ઉજવવા રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટના સ્ટાફ દ્વારા દિવાળી સ્પેશિયલ ‘હાથી મેરે સાથી’ નાટક ભજવવામાં આવ્યું હતું. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની થીમ અનુસાર ‘લોકો દ્વારા, લોકો થકી’ ૧૦૦૦ દીવાઓ પ્રગટાવી, આ દિવાળીને સ્પેશિયલ દિવાળી તરીકે ઉજવવામાં આવી હતી. આ સાથે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં વિજ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય તે હેતુ સાથે વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી હતી, જેમાં લિફ સ્ટોમાટા અંડર માઈક્રોસ્કોપ, વિવિધ રોબોટ ડેમોસ્ટ્રેશન્સ, સ્કેટરીંગ ઓફ લાઈટ, LED ડિસ્પ્લે ઓબ્ઝર્વેશન, સોલાર લુનાર ઇકલીપ્સ મોડેલ, લેટ્સ નો મેગ્નેટ્સ જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી. આ ઉપરાંત સેન્ટર ખાતે વિવિધ સાયન્ટિફિક વર્કશોપસ્ આયોજિત કરવામાં આવેલ હતા,
જેમાં બેઝીક્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ, સીરામીક વર્કશોપ, હાઉ ટુ મેક બેરોમીટર વર્કશોપ, ફિઝિક્સ વર્કશોપ, રોબોટિક્સ વર્કશોપ સામેલ છે. સાયન્ટિફિક મુવીસમાં બ્રહ્માંડને લગતી કોસમોસ ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવી હતી. આઉટડોર ગેમ્સમાં ટિક – ટેક, x-o, રાઉન્ડ એન્ડ સ્કેવર, ટેક યોર પ્લેસ, જેવી ફ્ન એન્ડ લર્ન ગેમ્સનો લોકોએ આંનદ લીધો હતો. તેમજ ટેલિસ્કોપ એક્ટિવિટી દ્વારા અવકાશ દર્શનમાં સન સ્પોટ, શનિગ્રહ, શુક્રગ્રહ, ચંદ્રનું નિર્દશન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ ખાસ દિવસોની ઉજવણીમાં તારીખ ૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટમા આવેલ નોબેલ પ્રાઈઝ ગેલેરી (ભૌતિકવિજ્ઞાન) શોભાવનાર બે નોબેલ પારિતોષિક વિજેતાઓ, ભારતરત્ન ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન તથા મેડમ મેરી ક્યુરીની જન્મજયંતી હતી.
આ વિશ્વવિખ્યાત વિજ્ઞાનીઓને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે, રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટના સ્ટાફ દ્વારા ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનની જીવની અને શોધ પર આધારિત નાટક ‘કિરણ ની શોધ’ ભજવવામાં આવ્યું હતું. મેડમ મેરી ક્યુરીના જન્મદિવસને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે કુંડારિયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનનાં સહયોગથી મુલાકાતિઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ તેમજ વિવિધ પ્રકારના કેન્સર વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ૩૭૫૭ જેટલા મુલાકાતીઓએ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે વિવિધ વિજ્ઞાન આધારિત પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો અને દિવાળી પર્વની ઉજવણી કરી હતી.






