MORBI:પશ્ચિમ બંગાળની RGkar મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ – હત્યાના વિરોધમાં મોરબીના ડોક્ટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
પશ્ચિમ બંગાળની RGkar મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ – હત્યાના વિરોધમાં મોરબીના ડોક્ટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી મોરબી જિલ્લા સેવા સદન મોટી સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહીને સૂત્રોચાર કર્યા….. નો સેફ્ટી, નો ડ્યુટી.. મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવો… જવાબદારોને ફાંસીની સજા આપો..
મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પશ્ચિમ બંગાળમાં RG કર મેડિકલ કોલેજના ટ્રેઈની મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ઓપીડી સેવા બંધ કરીને જિલ્લા સેવા સદન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી ઓપીડી બંધ રાખી હડતાળ પાડી અને કલેકટરને આવેદન આપી આ ઘટનાના આરોપીની ઝડપથી પકડી તેને સજા કરવાની માંગ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ડોક્ટરે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાંચના ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે, આજે 17 ઓગસ્ટે સવારના 6 વાગ્યાથી આવતીકાલે 18 ઓગસ્ટ ને સવારના 6 વાગ્યા સુધી હોસ્પિટલમાં ઓપીડી અને રૂટિન સર્વિસ બંધ કરી છે. પશ્ચિમ બંગાળમાં બનેલી આ ઘટનાના જવાબદાર લોકોને છાવરવામાં આવી રહ્યા છે તેઓને તાત્કાલિક પકડીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. આ ગેંગરેપની ઘટના હતી તેથી આ ઘટનામાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા છે તે તમામને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.