BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વાગરાના કડોદરા ગામમાં માટીનું ગેરકાયદે ખનન ઝડપાયું, 2.10 કરોડના વાહનો જપ્ત

સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાના કડોદરા ગામમાં ગેરકાયદે માટી ખનન પર દરોડા પાડી ભૂસ્તર વિભાગે 2.10 કરોડના વાહનો જપ્ત કર્યા છે. વાગરા તાલુકાના વિવિધ ગામડાઓમાં સરકારી જમીનમાંથી બેફામ માટી ખોદી તેને વેચીને ભૂમાફિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહયાં છે. કડોદરા ગામના લોકોએ દહેજ સીમ વિસ્તારના વજાપુરાખાતે માટી ખોદકામ અંગેની ટેલીફોનિક જાણ વાગરા મામલતદારને કરી હતી. ગામલોકો દ્નારા ટેલિફોનિકજાણ કરવામાં આવતા તાલુકા તંત્રની ટીમે કડોદરા સીમ વિસ્તારમાં સ્થળ તપાસ કરી હતી.આ તપાસ દરમ્યાન સાદી માટી ભરેલી ૪ જેટલી ટ્રકો અને ૩ જેટલા એક્વેટર મશીન વડે માટી ખોદકામ કરી ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્યક ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં મામલતદારે માટી ભરેલી ચાર ટ્રક સહિત ત્રણ જેટલા એકસવેટર મશીન સહિત રૂા.2.10 કરોડના સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે.



