BANASKANTHAPALANPUR

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ-પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કૉલેજમાં GPSC પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે THE ADHIKARI ACADEMY પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ-પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કૉલેજમાં GPSC પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે THE ADHIKARI ACADEMY પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો.એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ. પટેલ કોમર્સ કૉલેજમાં તારીખ 21/08/2025ને ગુરૂવારના રોજ THE ADHIKARI ACADEMY, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સેમિનારમાં GPSC પરીક્ષા માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં આદર્શ કેમ્પસના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ફલજીભાઈ જેગોડા સાહેબ, શિક્ષણ સમિતિના મંત્રી શ્રી નાગરભાઈ સાહેબ અને મંડળના માનનીય સભ્ય શ્રી હરેશભાઈ ચૌધરી સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમમાં આદર્શ કેમ્પસમાં અભ્યાસ કરતાં અને પૂર્વે અભ્યાસ કરી ગયેલા 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં GPSC નો અભ્યાસક્રમ શું છે? પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન કંઇ કંઇ બાબતો ધ્યાને લેવી તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારા વિભાગના કન્વીનર પ્રો. રિતિકસિંહ કુશવાહએ સફળતાંપૂર્વક કર્યું હતું.

Back to top button
error: Content is protected !!