BHARUCH

ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો

સમીર પટેલ, ભરૂચ

આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ 10નું પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા ત્યારે બપોરના સમયે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધીક કલેક્ટર એન.આર. ધાંધલ અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુરછ આપી પરીક્ષા કેન્દ્ર પર આવકાર આપ્યો હતો.ભરૂચ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્ર અને 30 બિલ્ડીંગમાં 8154 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રો અને 17 બિલ્ડીંગમાં 3048 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

Back to top button
error: Content is protected !!