GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના ડુમેલાવ રોડ ઉપર બાઈક ચાલકે પશુ ચરાવતા રાહદારીને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બાઈકચાલક અને રાહદારીનું મોત નિપજ્યું,જ્યારે એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

શહેરા તાલુકાના ચલાલી ગામના બળવંતભાઈ બીજલભાઈ પટેલ ઉં.વ.૬૫ નાડા થી ગોધરા જતા રોડ ઉપર આવેલ ડુમેલાવ રોડ નજીક તેમના પશુઓ ચરાવતા હતા,તે સમય દરમ્યાન ત્યાંથી પૂરપાટ અને ગફલતભરી રીતે પસાર થતી બાઈકના ચાલકે બળવંતભાઈને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેને લઈને બળવંતભાઈ તેમજ બાઈક ચાલક અને પાછળ બેઠેલ ઈસમ રોડ ઉપર પટકાતા બળવંતભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જ્યારે બાઈક ચાલક યુવક રાજેશ માલીવાડ રહે.ધામણોદ ઠાકરિયા અને પાછળ બેઠેલ રાહુલ માલીવાડ રહે.ધામણોદ ઠાકરિયાને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી,જેમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,તો ગંભીર રીતે ઈજા પામેલ બળવંતભાઈ અને પાછળ રાહુલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા,જ્યાં બળવંતભાઈને ગોધરાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરાતા વડોદરા લઈ જતી વેળાએ રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતક બાઈક ચાલક યુવકના મૃતદેહને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો,જ્યારે સારવાર માટે લઈ વેળા એ રસ્તામાં મૃત્યુ પામેલ બળવંતભાઈના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં મુકવામાં આવ્યો હતો.આ સમગ્ર બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

Back to top button
error: Content is protected !!