GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાકક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં સર.જે.જે.પ્રાયમરી શાળાનાં બાળકો વિવિધ સ્પર્ધાઓમાં બાળકો વિજેતા બન્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જીલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા તારીખ ૧૦/૦૯/૨૪ ના રોજ ભકતાશ્રમ, હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સર. જે. જે. પ્રાયમરી શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું નામ રોશન કર્યુ હતં.  જેમાં બ વિભાગ માં ધોરણ ૪ ની વિદ્યાર્થીની ગાંભવા રેન્ઝી એ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ, અ વિભાગ ચિત્રકામ સ્પર્ધામાં પરમાર દીયા પ્રથમ અને બ  વિભાગમાં ઘોરણ ૪ ની વિદ્યાર્થીની પટેલ મૃદાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. લોકવાર્તા સ્પર્ધામાં ખુલ્લા વિભાગમાં ધો.૪ ની વિદ્યાર્થીની ઉનડકટ પ્રાંજલે ખૂબ જ સુંદર પ્રસ્તૃતી દ્વારા તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. નિબંધ સ્પર્ધા વિભાગ- અ માં ધો. ૩ ની વિદ્યાર્થની પટેલ આરવીએ પોતાની કુશળના પ્રદર્શિત કરી તૃતીય નંબર મેળવ્યો હતો. એકપાત્રીય અભિનય વિભાગ -બ માં ઉનડકટ પ્રાંજલે પોતાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તી દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા હતો. લગ્ન ગીત સ્પર્ધામાં વિભાગ અ માં પટેલ સ્વરા, વૈદ્ય ઋતુ, માંડવિયા વૃંદા, અને પટેલ સિયા એ સુરીલા સુમધુર સુરો દ્વારા પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ બ વિભાગ માં માંડવીયા વૃંદા, પટેલ સ્વરા, વૈધ ઋતુ અને ટંડેલ પરી એ લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સર્જનાત્મક સ્પર્ધા વિભાગ અ માં ધોરણ ૩ ની વિદ્યાર્થિની પટેલ આરવી એ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આમ, વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આગવી વિશેષતા દ્વારા નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ દરેક સ્પર્ધાઓની તૈયારી શાળાના શિક્ષિકાઓ ગૌરીબેન અને ભૂમિકાબેને કરાવી  હતી. લગ્નગીત માટે સંગીતના શિક્ષિકા આશ્લેષા બેન અને વિજયભાઈ કંસારાએ ઢોલક પર સાથ આપ્યો હતો.  ચિત્રકામની તૈયારી ચિત્રશિક્ષક અશોકભાઈ પટેલે કરાવી હતી.  શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલાએ  દરેક શિક્ષકો, બાળકો તેમજ સ્પર્ધા માટે તૈયારી કરાવવા સહયોગ આપવા બદલ વાલીઓને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!