BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડ તાલુકામાં આશા સંમેલન યોજાયું, ૪૦ જેટલા બહેનોને સન્માનિત કરાયા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓના પાયામાં રહેલ સેતુ રૂપ કડી એટલે આશા બહેન. એક હજારની વસતિમાં આરોગ્યની તમામ સુવિધાઓ માટે કડીરૂપ બને છે. આ આશાબહેનોની ઉત્કૃષ્ટ કામગીરી માટે દર વર્ષે આશા સંમેલન યોજવામાં આવે છે. ભાણવડ તાલુકામાં આ સંમેલન યોજવામાં આવ્યું હતું.

આશા સંમેલનમાં સગર્ભાની ડોકટર પાસે તપાસ ( EPMSMA ), કુટુંબ કલ્યાણ કામગીરી અને ખૂબ જોખમી સગર્ભાની સરકારી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડિલિવરી, આશા ની નેશનલ લેવલની પરિક્ષા જેવા ઇન્ડિકેટરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બહેનોને ઇનામ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રંગોળી સ્પર્ધા, ગીત, આરોગ્યલક્ષી નાટકો વગેરે આશા બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચાંડેગ્રા દ્વારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન સારું કામ કરવા માટે તમામ સ્ટાફને પ્રેરણા પુરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન આશા ફેસેલિટર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આશા બહેનોને સન્માનિત કરવા માટેના આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ચોવીસા દ્વારા ભાણવડ તાલુકાની આરોગ્યની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પી.એચ.એન જશુબેન બારાઈ, સંધ્યાબેન, ડેનિશાબેન ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!