AHAVADANGGUJARAT

વઘઈ પોલીસની ટીમે રોડ એક્સિડન્ટમાં વિદ્યાર્થીનું મોત નિપજાવી ભાગી છુટેલ પિકઅપ ગાડીનાં ચાલકને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે આવેલ સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની છાત્રાલયમાં રહી અભ્યાસ કરતો આશિષભાઈ સનતભાઈ પવાર.ઉ.13 સાંજનાં સુમારે તેના મિત્રો સાથે વઘઇ ગોળ સર્કલ પાસે નાસ્તો કરવા માટે ગયો હતો.આ વિદ્યાર્થીઓ નાસ્તો કરી પરત છાત્રાલય ખાતે જઈ રહ્યા હતા.તે વેળાએ વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે અજાણ્યા પિકઅપ ગાડીનાં ચાલકે પોતાના હવાલાની પિકઅપ ગાડીને ગફલતભરી રીતે અને પુરપાટવેગે હંકારી લાવી આશિષ સનત પવાર નામનાં વિદ્યાર્થીને અડફેટમાં લઈ ફંગોળ્યો હતો.જે અકસ્માતનાં બનાવમાં વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા તેનુ મોત નિપજ્યુ હતુ.જોકે પિકઅપ ગાડી ચાલક અક્સ્માત કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.ત્યારે વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂતની ટીમે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી.જેમાં આજરોજ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂતની ટીમે વિદ્યાર્થીનું મોત નિપજાવી નાસી જનાર પિકઅપ ગાડી.ન.જી.જે.30.ટી.0564નાં ચાલક નામે ઉદયભાઈ સામજીભાઈ ભોયે ઉ.32 રે.નડગખાદી તા.આહવા જી.ડાંગનાને ગણતરીના કલાકોમાં જ નેત્રંગથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!