
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૦૮/૨૦૨૪
નેત્રંગ ટાઉનમાં આવેલ વિવિધ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે વિધાર્થીઓ અને ભૂલકાઓએ જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
નેત્રંગ ખાતે પણ શિક્ષકો, આંગણવાડીના કર્મચારીઓ તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો .શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. આ દિવસે બધા જ આ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવે છે ત્યારે ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા, આંગણવાડી તેમજ નવી વસાહત વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે રંગેચંગે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં કૃષ્ણ ગીતોની રમઝટ માણી મટુકી ફોડી હતી.



