ભચાઉ ની સેન્ટ ઝેવિયર્સ શાળા માં આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૨૪ નવેમ્બર : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ સર તેમજ ટી.એચ.ઓ ડૉ.નારાયણ સિંઘ સર ના માર્ગદર્શન હેઠળ અર્બન ભચાઉ ની સેન્ટ ઝેવિયર્સ શાળા માંઆરોગ્ય ખાતે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી દરમ્યાન તમાકુ થી થતા નુકશાન વિશે સમજાવવા માં આવ્યું.જેમાં ઓન ધ સ્પોર્ટ્સ પેઇન્ટિંગ સ્પર્ધા યોજવા માં આવી જેમાં તમાકુ થી થતા નુકશાન વિશે પેઇન્ટિંગ કરવા નું હતું. જેમાં 45 જેટલા કિશોર કિશોરી ઓ એ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ વિજેતા ને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું હતું.જેમાં તમાકુ થી થતા નુકશાન અને તેનાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે જેના વિષે વિસ્તૃત માહિતી આપવા માં આવી.વિકલી આયર્ન ફોલિક એસિડ ગોળી લેવા અને એનિમિયા રોગ અટકાવવા અને હીમોગ્લોબીનની યોગ્ય માત્રા જાળવવા માટે સમતોલ આહારનું મહત્ત્વ સમજાવ્યું.જેમાં આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો.અમી ઠક્કર, એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એમ.ટી.એસ કૌશિકભાઇ સુતરીયા,આર.બી.એસ.કે એ.એન.એમ રાજલબેન રબારી તેમજ શાળા ના પ્રિન્સિપાલ ફાધર સીજો તેમજ શિક્ષક શાલિની મિશ્રા હાજર રહ્યા હતા.આ કાર્યકમ ને સફળ બનાવવા શાળા ના પ્રિન્સિપાલ ફાધર સીજો તેમજ શિક્ષક શાલિની મિશ્રા એ સાથ સહકાર આપ્યો હતો.




