MORBI:મોરબી મહાનગરપાલિકા ના ડે.એન.યુ.એલ.એમ. યોજનાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે બેંક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા ના ડે.એન.યુ.એલ.એમ. યોજનાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે બેંક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકાના પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ – મોરબી મનપા દ્વારા નિમાયેલ સંસ્થા દ્વારા કાર્યરત કરવામાં આવેલ છે જેમાં શહેરી ઘરવિહોણા લોકોને પ્રાથમિક સુવિધાઓ સાથે આશ્રય આપવામાં આવે છે આ આશ્રયગૃહમાં રહેતા ઘરવિહોણા લાભાર્થીઓને બેન્કિંગ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી તા.૧૮/૦૭/૨૦૨૫ ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રયગૃહના આશ્રીતો માટે લીડ બેંક SBI તથા UCD શાખાના સહયોગથી બેંક કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં બેંક દ્વારા આશ્રયગૃહના આશ્રીતોને જન ધન યોજના, PM સુરક્ષા વીમા યોજના અને PM જીવન જ્યોતિ વીમા સુરક્ષા યોજના વગેરે જેવી બેન્કિંગ યોજનાકીય લાભો અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકા કમિશનરશ્રીના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આશ્રીતોને આપવામાં આવતો હોય છે આ કેમ્પ હેઠળ કુલ ૪૩ જેટલા
આશ્રીતોએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા SBI લીડ બેંક અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.







