BUSINESS

ઓડી ઈન્ડિયાએ નવી ઓડી RS Q8ના પરફોર્મન્સ માટે બુકિંગ શરૂ કર્યા

  • નવી ઓડી RS Q8 પરફોર્મન્સ 0L V8 TFSI એન્જિન દ્વારા પાવર્ડ હોઈ 640 hp અને 850 Nm ટોર્ક પ્રદાન કરે છે.
  • સ્પોર્ટ ડિફરન્શિયલ સાથે ક્વેટ્રો ઓલવ્હીલ ડ્રાઈવ
  • ઓડી ઈન્ડિયા વેબસાઈટ (www.audi.in) અને ‘myAudi connect’ એપ થકી ઓનલાઈન બુકિંગ્સ.
  • INR 5,00,000ની આરંભિક બુકિંગ રકમ.

 મુંબઈ, 28મી જાન્યુઆરી, 2025: જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા આજે ભારતમાં નવી ઓડી RS Q8 પરફોર્મન્સ માટે બુકિંગ શરૂ કર્યા. SUV ઓડી ઈન્ડિયાની વેબસાઈટ અથવા ‘myAudi connect’ એપ્લિકેશન થકી INR 5,00,000ની આરંભિક બુકિંગ રકમ સાથે બુક કરી શકાય છે.

 શક્તિશાળી 4.0L V8 TFSI એન્જિન 640 hp અને 850 Nm ટોર્ક ઊપજાવે છે, જે સાથે ઓડી RS Q8 પરફોર્મન્સ ફક્ત 3.6 સેકંડ્સમાં 0થી 100 km/h સુધી એક્સિલરેટ થઈ શકે છે અને ઓપ્શનલ પેકેજ સાથે 305 km/hની ટોપ સ્પીડ ધરાવે છે.

ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બરબીર સિંહ ધિલ્લોંએ જણાવ્યું હતું કે, “નવી ઓડી RS Q8 પીક ઓફ પરફોર્મન્સ SUV એન્જિનિયરિંગ છે, જે અતુલનીય શક્તિ અને રોજબરોજની યુટિલિટીને જોડે છે. તેનો અજોડ લૂક અને ઉત્કૃષ્ટ ડ્રાઈવિંગ લાક્ષણિકતાઓ લક્ઝરી અને રોમાંચક ડ્રાઈવિંગ અનુભવ પણ ચાહતા પરફોર્મન્સના ચાહકોની નવી પેઢીને સ્પર્શે છે. સુધારિત વિશિષ્ટતાઓ અને અત્યંત શક્તિશાળી એન્જિન સાથે નવી ઓડી RS Q8 પરફોર્મન્સનો હેતુ ઓડી RS રેન્જ પ્રોડક્ટ પાસેથી અમારા ઈચ્છનીય ગ્રાહકોની માગણીને પહોંચી વળવા ઉત્તમ ડ્રાઈવિંગ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. અમને એ વાત કહેતાં ખુશી થાય છે કે બુકિંગ હવે ખૂલી ગયા છે, જેથી સ્પોર્ટસ કારના શોખીનો તેમની કાર વહેલી તકે બુક કરી શકે છે, કારણ કે ઉપલબ્ધતા મર્યાદિત છે.”

ગ્રાહકો ઓડી ઈન્ડિયા વેબસાઈટ (www.audi.in) અને ‘myAudi connect’ એપ થકી થકી ઓનલાઈન બુકિંગ દ્વારા ઓડી RS Q8 બુક કરી શકે છે.

Back to top button
error: Content is protected !!