
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગરમાં ગ્રામપંચાયત સેવાસદન ની પાછળ અને ગાંધીબજાર વિસ્તારમાં આવેલ મુખ્ય કુમાર-કન્યા પ્રાથમિક શાળા પાસે રોડપર જ ખુલ્લે આમ વહેતા ગટરના ગંદા પાણી માંથી શાળાના બાળકોએ ત્રણ થી ચાર વખત પસાર થવુ પડતુ હોવાથી તેવોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી દહેશત સેવાઇ રહી છે.
નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ મુખ્ય કુમાર-કન્યા પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વાર પાસે થી રોડપર ખુલ્લેઆમ ગટરના ગંદા પાણીની રેલમછેલ રોજેરોજ ની ચાલુ રહેતા શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને કાયમ માટે ગંદા પાણીમાં થી પસાર થવુ પડી રહ્યુ છે. જેને લઈ ને બાળકો તેમજ વાલીઓ હેરાનપરેશાન થઇ રહ્યા છે. સ્ટેશન વિસ્તારમાં રહેતા રહીશો માટેની બનાવેલ તકલાદી ગટર લાઇન ના કારણે પાણીનો જે તરફ નિકાલ થવો જોઇએ તે થતો ન હોવાના કારણે સ્ટેશન વિસ્તારનુ ગંદુ અને દુર્ગંધ મારતા ગટરના પાણી ગ્રામપંચાયત સેવાસદન ના પ્રવેશ દ્વાર પાસે થી જ વહીને છેક ગાંધીબજાર આવેલ પ્રાથમિક શાળા તેમજ રહીશોના ઘર આંગણે થી પસાર થતુ હોવા થી રહીશો ગ્રામપંચાયત ના વહીવટ કર્તા પદાધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.
ખુલ્લેઆમ વહેતા દુર્ગંધ મારતા પાણીને લઇ ને નગર ભરમાં પાણીજન્ય રોગ ચાળો ફેલાઇ તેવી દહેશત સેવાઇ રહી છે.
ગ્રામપંચાયતના પદાધિકારીઓ શાળામાં આવતા બાળકોની તેમજ સ્થાનિક રહીશો ની તકલીફોને ધ્યાન પર લે
શે ખરા ???



