કાલાલ MGS નાળા અને સ્ટેશન રોડથી પીગળી ફાટક સુધીના રોડ ઉપર મોટા મોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન.

તારીખ ૦૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં એમ.જી.એસ.હાઇસ્કુલ પાસેના નાળા અને ડેરોલ સ્ટેશન ચોકડી ઉપર અસંખ્ય ખાડા પડી ગયેલ છે. જે કેટલાય સમયથી ટ્રાફીકના ઈસમોએ પણ જણાવેલ છે અને વારંવાર રજૂઆત છતાં આ ખાડા પી.ડબ્લ્યુ.ડી ના અધિકારીઓ ધ્યાને લેતા નથી. કાલોલનો મુખ્ય રોડથી ડેરોલ સ્ટેશનથી પીંગળી ફાટક સુધી ખુબ જ મોટા મોટા ખાડા પડી ગયેલ છે. અને આખેઆખો રોડ પણ ધોવાઈ ગયેલ છે એવા ખાડા પડી ગયેલ છે ત્યારે મોટર સાયકલ, ફોર વ્હીલ જેવી ગાડીઓના વ્હિલ પણ છુડા પડી જાય તેમજ માણસના કમરના મણકા તેમજ ગાદી ખસી જાય તેવા ગંભીર ખાડા પડી ગયેલ છે જેથી,માનવતા રાખી તાત્કાલીક સરકારના સાધનોથી જેવા કે, જે.સી.બી કે અન્ય મટીરીયલ્સથી પુરાણ કરી તાત્કાલિક અસરથી સમારકામ હાથ ધરવામાં આવે જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો તથા ગ્રામજનોની સમસ્યાઓ વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કાલોલના એડવોકેટ પી.પી.સોલકી દ્વારા લેખીત રજુઆત નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કાલોલ તથા ગુજરાત સ્ટેટ માર્ગ અને મકાન કચેરી ગોધરાને ટપાલથી પણ જાણ કરેલ છે.




