યુવતી સાથે લગ્ન કરવા ધમકીઓ આપી ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કરતા 5 સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ સામાપક્ષે પણ નોંધાવી 8 સામે ફરિયાદ

તારીખ ૨૯/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા એક ગામની યુવતીને છેલ્લા ત્રણેક મહિનાથી કિશનકુમાર મનોજભાઈ ચૌહાણ રસ્તામાં રોકી બીભત્સ માંગણી કરી ખેંચતાણ કરી લગ્ન કરવા માટે હેરાન કરતો હતો મંગળવારે બપોરે યુવતી નોકરી પરથી પરત પોતાના ઘરે પોતાના ભાઈ સાથે જતી હતી ત્યારે કિશનકુમાર મનોજભાઈ ચૌહાણ અને અજયકુમાર ચંદુભાઈ બન્ને ગાળો બોલી કિશને યુવતીને ખેંચતાણ કરતા તેણીના ભાઈએ કહેવા જતા બે ત્રણ લાફા મારી દીધા હતા અને ત્યારબાદ ફરિયાદી યુવતીના ઘરે કિશનકુમાર મનોજભાઈ ચૌહાણ અને અજયકુમાર ચંદુભાઈ તથા કરણકુમાર મનોજભાઈ ચૌહાણ અને મનોજભાઈ બાબરભાઈ ચૌહાણ અને રાકેશકુમાર ઉદેસિંહ ચૌહાણ પાંચેવ ઇસમો એક સંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી માબેન સમાણી ગંદી ગાળો બોલી જેથી યુવતીએ કિશનકુમાર ને કહેલ કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી તો તુ કેમ મને હેરાન કરું છું તેવું કહેતા જ કિશનકુમાર અને અજયે યુવતીને પકડી પાડી જ્યારે કિસ્નકુમારે યુવતીના પહેરેલા શર્ટ ને પકડી ફાડી નાખેલ બૂમાબૂમ થતા યુવતીના બન્ને ભાઈઓ અને દાદા દાદી છોડાવવા આવ્યા હતા જે બન્ને ભાઈઓને રાકેશ અને અજયે લાકડીઓ મારી મનોજભાઈ, કિશનકુમાર અને કરણે ઈંટોના ટુકડા લઈને છૂટા ફેકી યુવતીના દાદા દાદીને ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષે નર્મદાબેન અજયભાઈ બારીયા એ 2મહિલાઓ સહિત કુલ 8 સામે ફરિયાદ નોંધાવી છે જેમાં અગાઉની વરઘોડા ની અદાવતે રાજાભાઈ રાયમલભાઈ બારિયા તથા રાજેશભાઈ રાયમલભાઈ બારિયા તેમજ રાયમલભાઈ ગોરધનભાઈ બારિયા, પ્રશાંત લાલાભાઈ બારિયા, ક્રિષ્નાબેન તથા કોકિલાબેન તથા રાકેશભાઈ બારિયા, કમલેશભાઈ બારિયા સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી લાકડાના દંડા અને નરાશ લાવી પોતાના ઘરે આવી ગાળો બોલી અજયભાઈ ને માર માર્યો હોવાની તેમજ ત્રણ આરોપીઓ એ ઈંટોના ટુકડા માર્યા હોવાની વિગતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની સામી ફરિયાદ નોંધાવી છે.પોલીસેબન્ને ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.





