MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પરથી માટીની બોરીની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલક ઝડપાયો

MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પરથી માટીની બોરીની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલક ઝડપાયો
મોરબીના જુના ઘૂટું રોડ પરથી માટીની બોરીની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલકને ઝડપી લઈને પોલીસે ૩૩૬ બોટલ દારૂ અને ૭૨ નંગ બીયરના જથ્થા સાથે ઝડપી લઈને ટ્રક સહીત કુલ રૂ ૧૩.૨૪ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટ્રેલર ચાલક ટ્રેલરમાં માટીની બોરીની આડમાં દારૂનો જથ્થો રાખી ઘૂટું તરફથી મોરબી આવતો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક ટ્રેલરને આંતરી તપાસ કરતા બોરીઓ હટાવતા દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૩૩૬ કીમત રૂ ૩,૧૭,૭૧૨ અને બીયર નંગ ૭૨ કીમત રૂ ૭૨૦૦ નો જથ્થો મળી આવતા ટ્રક કીમત રૂ ૧૦ લાખ સહીત કુલ રૂ ૧૩,૨૪,૯૧૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી નિયાઝ ધીસાજી કાઠાત (ઉ.વ.૨૩) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે










