INTERNATIONAL

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, : ઈરાન

મધ્ય-પૂર્વ એશિયામાં છેલ્લા 14 દિવસથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે નિર્ણાયક અને અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના આ સંઘર્ષમાં હવે સીધી રીતે ઓઇલ સુવિધાઓ અને ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના ઓઇલના ઠેકાણાઓ પર હુમલો કરશે, તો તે અમેરિકા સાથે જોડાયેલી તમામ ઓઇલ સુવિધાઓને રાખના ઢગલામાં ફેરવી દેશે. આ તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા ઓઇલની કિંમતોમાં 40 ટકાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો છે. હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ ટાપુ પર જોખમ

વિશ્વના કુલ ઓઇલ વેપારનો 20 ટકા હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ હાલ યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જો ઈરાન દ્વારા જહાજોની અવરજવર રોકવામાં આવશે, તો અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઇલ નિકાસ કેન્દ્ર ‘ખાર્ગ દ્વીપ’ને સંપૂર્ણપણે તબાહ કરી દેશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી નૌસેના ટૂંક સમયમાં ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરશે. ઈરાને આના જવાબમાં વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે અમેરિકી હુમલાની સ્થિતિમાં તેની સાથે સંકળાયેલી ઓઇલ કંપનીઓ સુરક્ષિત નહીં રહે.

Back to top button
error: Content is protected !!