આણંદ – 20 એકમો પાસેથી 5.07 લાખનો દંડ વસુલાયો.11 હોટલ અને રેસ્ટોરાંની તપાસ.

આણંદ – 20 એકમો પાસેથી 5.07 લાખનો દંડ વસુલાયો.11 હોટલ અને રેસ્ટોરાંની તપાસ.
તાહિર મેમણ – આણંદ – 30/04/2025 – આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગે એપ્રિલ માસમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. મનપા વિસ્તારની હોટલ, દુકાનો અને સંસ્થાઓની આકસ્મિક તપાસણીમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ક્ષતિઓ મળી આવી હતી.
આરોગ્ય વિભાગની ટીમે 11 હોટલ અને રેસ્ટોરાંની તપાસણી કરી હતી. આ એકમોમાં જાહેર આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિ જોવા મળી હતી. તેમની પાસેથી વહીવટી ચાર્જ પેટે 4.12 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
મેલેરિયા વિભાગની ટીમે 9 એકમોમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોવાનું શોધી કાઢ્યું હતું. આ એકમો પાસેથી સ્થળ પર જ 95,200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. સુધીર પંચાલે જણાવ્યું કે, ખાણીપીણીના એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખમાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે મનપા વિસ્તારની હોટલ, રેસ્ટોરાં અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે.





