
તા.૧૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:બેન્ક ઓફ બરોડાએ બોબ ઇ પેમાં આંતરરાષ્ટ્રીય યુપીઆઇ સેવાઓનો સમાવેશ કર્યો
ભારતીય અને એનઆરઆઈ ગ્રાહકોને વિદેશમાં ડિજિટલ પેમેન્ટ અને રેમિટન્સની સુવિધા મુંબઈ, 11 ઑગસ્ટ 2025: ભારતના અગ્રણી જાહેર ક્ષેત્રના બેન્કોમાંની એક, બેન્ક ઓફ બરોડાએ આજે તેના યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઇ) ઍપ, બોબ ઇ પેમાં ત્રણ નવી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ – યુપીઆઇ ગ્લોબલ એક્સેપ્ટન્સ, ફોરેન ઇનવર્ડ રેમિટન્સ અને યુપીઆઇ સર્વિસિઝ ફોર એનઆરઆઈ – શરૂ કરવાની જાહેરાત કરી છે. બોબ ઇ પે ઍપમાં ગ્લોબલ યુપીઆઇ સુવિધાઓના જોડાણથી ભારતીય અને એનઆરઆઈ ગ્રાહકોને અવરોધમુક્ત, સુરક્ષિત અને રિયલ-ટાઇમ આંતરરાષ્ટ્રીય ડિજિટલ પેમેન્ટ તથા રેમિટન્સ સુવિધા મળશે
બેન્ક ઓફ બરોડાના કાર્યકારી નિયામક શ્રી સંજય મુદાલિયરે આ અવસરે કહ્યું:“યુપીઆઇએ ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સ્વરૂપ જ બદલી નાંખ્યું છે અને હવે અમે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે બોબ ઇ પે ઇન્ટરનેશનલ દ્વારા વિસ્તૃત કરી રહ્યા છીએ. આ નવી વિશિષ્ટતાઓ અમારા દેશ અને વિદેશના ગ્રાહકોને વધુ વિકલ્પો અને સુવિધાઓ આપશે, જે ગ્રાહકકેન્દ્રિત અને નવોચાર આધારિત ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”બોબ ઇ પે ઇન્ટરનેશનલ હેઠળ શરૂ કરેલી સેવાઓ: યુપીઆઇ ગ્લોબલ એક્સેપ્ટન્સ હવે બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો વિદેશ પ્રવાસ દરમિયાન તેમના બોબ ઇ પે ઍપ દ્વારા QR કોડ સ્કૅન કરીને આંતરરાષ્ટ્રીય મર્ચન્ટ્સને પેમેન્ટ કરી શકશે. આ સેવા 8 દેશોમાં ઉપલબ્ધ છે – મોરિશસ, સિંગાપુર, યુએઇ, અમેરિકા, ફ્રાન્સ, શ્રીલંકા, નેપાળ અને ભૂટાન.ટ્રાન્ઝેક્શનની રકમ આંતરરાષ્ટ્રીય અને ભારતીય બંને ચલણમાં દર્શાવવામાં આવશે, સાથે જ વિનિમય દર અને લાગુ ચાર્જિસ પણ દેખાશે – જેથી યુઝર સંપૂર્ણ પારદર્શિતાથી પેમેન્ટ કરી શકે સિંગાપુર નિવાસીઓ તરફથી ફોરેન ઇનવર્ડ રેમિટન્સ ભારતમાં બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો સિંગાપુરમાંથી 24×7 રિયલ-ટાઇમમાં મોકલાયેલા નાણાં પ્રાપ્ત કરી શકે છે અને ભારતમાં તેમના પરિવારના જીવનોપાર્જન માટે બોબ ઇ પે ઍપ મારફતે પેમેન્ટ કરી શકે છે. સિંગાપુર નિવાસી કોઈપણ બોબ ઇ પે યુઝરને રજીસ્ટર્ડ યુપીઆઇ આઇડી/VPA દ્વારા નાણાં મોકલી શકે છે. મોકલેલી રકમ સિંગાપુર ડૉલર (SGD)માં હશે અને પ્રાપ્તકર્તાને ભારતીય રૂપિયા (INR)માં સીધી યુપીઆઇ-લિંક્ડ બેન્ક ખાતામાં જમા થશે.યુપીઆઇ સર્વિસિઝ ફોર એનઆરઆઈ બોબ ઇ પે ઍપનો ઉપયોગ કરીને બેન્ક ઓફ બરોડાના એનઆરઆઈ ગ્રાહકો હવે યુપીઆઇ મારફતે નાણાં મોકલી અને મેળવી શકે છે. ભારત મુલાકાત દરમ્યાન એનઆરઆઈ ગ્રાહકો તેમના NRE/NRO ખાતાને ઘરેલુ મોબાઇલ નંબર સાથે બોબ ઇ પે ઍપમાં લિંક કરી શકે છે અને મર્ચન્ટ આઉટલેટ્સ પર યુપીઆઇ પેમેન્ટ તેમજ પિયર-ટુ-પિયર નાણાં ટ્રાન્સફર માટે યુપીઆઇનો ઉપયોગ કરી શકે છે.આ તમામ આંતરરાષ્ટ્રીય યુપીઆઇ સેવાઓ માટે દૈનિક અને પ્રતિ-ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹1,00,000/- છે (જે ઘરેલુ યુપીઆઇ મર્યાદા સમાન છે).બોબ ઇ પે ઍપ બેન્ક ઓફ બરોડાનું સ્વદેશી યુપીઆઇ ઍપ્લિકેશન છે, જે ગ્રાહકો અને ગેર-ગ્રાહકો બંને માટે ઉપલબ્ધ છે. આ ઍપના રજીસ્ટર્ડ યુઝર્સની સંખ્યા ખૂબ ઓછા સમયમાં જ 13 લાખ થઈ ગઈ છે.ગ્રાહકો પ્લે સ્ટોર અથવા ઍપ સ્ટોર પરથી બોબ ઇ પે ઍપ ડાઉનલોડ કરી શકે છે અને ઍપની સેટિંગ્સમાં જઈને ઇચ્છિત સેવાઓ સક્રિય કરી શકે છે.




