કાલોલ હાઉસિંગ સોસાયટીમા ૮૯ મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ યોજાયો

તારીખ ૦૫/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની હાઉસિંગ સોસાયટી ખાતે સોમવારે સાંજના સોમવારે અખિલ ગુજરાત હિરક જયંતી વર્ષ અંતર્ગત બ્રહ્માકુમારી કાલોલ દ્વારા શિવ જયંતિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજનાદીદી અલકાપુરી સંચાલક તેમજ મીનાબેન વાસણા રોડ વડોદરા સંચાલક તથા એમએમ ગાંધી કોલેજના પ્રિન્સિપાલ ડો.કિશોરભાઈ વ્યાસ અને કુલદીપ સિંહ બિશ્નોઇ સીએફઓ સેટકો તેમજ હાઉસિંગ સોસાયટીના તુષારભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શિવ ધ્વજ લહેરાવ્યો હતો. મીનાબેન દ્વારા નૈતિક મૂલ્યો જાળવવા આધ્યાત્મિકતા તરફ વળવા જણાવ્યુ હતુ ડો. કિશોરભાઈ વ્યાસ દ્વારા કાલોલની ધરતી વિષે જણાવી આ ધરા ઉપર પૂ. મોટા, રમણલાલ દેસાઈ, ડો જયંત પાઠક જેવા રત્નો વસી ગયા છે આપણે સૌ ભાગ્યશાળી છીએ તેમ જણાવ્યું હતુ. કાર્યક્ર્મ મા નગરપાલિકા ના નવા ચૂંટાયેલા સભ્યોનુ સન્માન કરાયુ હતુ કાર્યક્રમ નુ સંચાલન હરદીપભાઈ ઉપાધ્યાયે કર્યું હતુ.






