શહેરા અપહરણ કેસનો આરોપી કચ્છથી ઝડપાયો:

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ અને પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી સાહેબ, પંચમહાલ-ગોધરા રેન્જની સૂચના અને માર્ગદર્શન હેઠળ, નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે વધુ એક સફળતા મેળવી છે. શહેરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી અને ભોગબનનારને શોધી કાઢવામાં આવ્યા છે.
પો.સ.ઇ. બી.એમ. રાઠોડ, પેરોલ ફર્લો સ્કવોર્ડ, પંચમહાલ-ગોધરાનાઓએ સ્ટાફને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, આ.પો.કો. વિપીનભાઈ ભાથીભાઈને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી મુજબ, શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-11207061250510/2025 (B.N.S. 87, 137(2) તથા પોક્સો અધિનિયમ કલમ 12 મુજબ) ના ગુનાના કામના નાસતા ફરતા/વોન્ટેડ આરોપી રાહુલભાઈ જયંતિભાઈ પરમાર (રહે-નવાગામ મંદિર ફળિયું, તા. શહેરા, જી. પંચમહાલ) હાલ લુણવા, તા. ભચાઉ, જી. કચ્છ ખાતે ખેતીકામ અને મજૂરીનો ધંધો કરતો હતો.
આ ચોક્કસ બાતમીના આધારે, પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપવામાં આવતા, ઉપરોક્ત આરોપીને ગામ-લુણવા, તા. ભચાઉ, જી. કચ્છ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને હસ્તગત કરી, આગળની કાર્યવાહી માટે આરોપી અને ભોગબનનારને શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.







