AHAVADANG

રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિન ઉજવણી કાર્યક્રમમાં ડાંગની દીકરીને”ગુજરાત ગરિમા એવોર્ડ”આપી સન્માન કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગજામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રમત ગમત ક્ષેત્રે ડાંગ સહિત ગુજરાત રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર  ડાંગની દીકરી એવી કુ.સરિતા ગાયકવાડને ‘ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩’  આપી સન્માન કરવામાં આવ્યો.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કુ.સરિતા ગાયકવાડે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સ રમતની વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ, વર્ષ-૨૦૧૮માં ઇન્ડોશિયા ખાતે રમાયેલઈ એશિયન ગેમ્સ કોમ્પિટિશમાં બે ગોલ્ડ મેળવ્યા બાદ, વર્ષ ૨૦૧૮/૧૯માં જકાર્તા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪/૪૦૦ મીટર વિઘ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા દેશને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું.

ડાંગની દીકરીની આ સિદ્ધિને ગુજરાત ગૌરવ દિવસે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ થી નવાજવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!