રાજ્ય સરકાર દ્વારા એદ્રાણા,ઘોડીયાલ ગામે ક માધ્યમિક શાળા જ્યારે વડગામ ખાતે સાયન્સ પ્રવાહ ની મંજુરી આપવા આવી
૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા ભાજપ પ્રમુખ ના પ્રયત્નો સફળ થયાં. રાજ્ય સરકાર દ્વારા એદ્રાણા,ઘોડીયાલ ગામે ક માધ્યમિક શાળા જ્યારે વડગામ ખાતે સાયન્સ પ્રવાહ ની મંજુરી આપવા આવી વડગામ તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ હરીભાઈ ચૌધરી એદ્રાણા દ્વારા વડગામ વિધાનસભા ક્ષેત્રમાં શિક્ષણ નો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને સતત રજુઆત કરી જેના ફળસ્વરૂપે વડગામ તાલુકા મથક ખાતે ધોરણ 11,12 સાયન્સ પ્રવાહ , એદ્રાણા,ઘોડીયાલ ગામે ધોરણ 9,10 સરકારી માધ્યમિક શાળા ની મંજુરી આપવા આવતાં સમગ્ર વડગામ વિસ્તારમાં ખુશી આનંદ નો માહોલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ નો તાલુકા ની પ્રજાએ આભાર કર્યો હતો. વડગામ તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ હરીભાઈ ચૌધરી દ્વારા વડગામ તાલુકાના સર્વાંગીક વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે
વિશેષમાં તાલુકા ની સરકારી કચેરીઓ ના સ્ટાફ ની ઘટ પુણૅ કરવા રજૂઆત કરતાં રાજ્ય સરકાર ના જુદા જુદા વિભાગોમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
.