BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : કાંટીપાડા પ્રાથમિક શાળા ખાતે “જન અધિકાર કેમ્પ” યોજાયો હતો

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

ઝઘડિયા પ્રાંત કચેરીના સબ ડિવિઝનના ક્ષેત્રમાં આવતા વિવિધ ગામોમાં જન અધિકાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નેત્રંગ વાલિયા અને ઝઘડીયા તાલુકામાં જન અધિકાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે મામલતદાર અનિલભાઈ વસાવાની અધ્યક્ષતામાં જન અધિકાર કેમ્પનું દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

આ કેમ્પમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, વારસાઈ, મતદાર યાદી સુધારણા, વિધવા સહાય, વૃધ્ધ સહાય, જાતિનો દાખલો, વ્હાલી દીકરી યોજના અને દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ જેવી યોજનાઓનો લાભાર્થીઓ ને લાભ મળે છે. તેમજ જમીનોમાં વારસાઈને લગતી બાબતોની અરજીઓ લઇને અરજીઓનું નિકાલ કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ તાલુકાના ૧૭ ગામોના ૧૦૬ જેટલા નાગરિકોએ આ “જન અધિકાર કેમ્પ”નો લાભ લીધો.અને આગામી કેમ્પોમાં નાગરિકોએ આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.

 

*આગામી કેમ્પો*

 

બોક્ષ-૧

(૧) તા. ૩૧/૦૭/૨૦૨૩ – ચાસવડ માધ્યમિક શાળા.

 

*જેમાં સમાવિષ્ટ ગામો :-* ૧.કેલવીકુવા, ૨.કંબોડિયા, ૩.ચાસવડ, ૪.કોયલીમાંડવી, ૫.ઝરણાવાડી, ૬.મૌઝા, ૭.કવચિયા, ૮.કામલિયા, ૯.ચીખલી, ૧૦.ઝરણા, ૧૧.બેડોલી, ૧૨.દત્તનગર, ૧૩.ભેંસખેતર, ૧૪.પાંચસીમ, ૧૫.ચિકલોટા, ૧૬.મોરિયાના (ચિક્લોટા), ૧૭.મોરિયાના (કુરી) અને ૧૮.રાજવાડી

 

બોક્ષ -૨

(૨) તા.૦૨/૦૮/૨૦૨૩ – અશનાવી પ્રાથમિક શાળા.

 

*જેમાં સમાવિષ્ટ ગામો :-* ૧.અશનાવી, ૨.ગોરાટિયા, ૩.નવાપરા, ૪.કોલીવાડા, ૫.કોટીયામોવ, ૬.ફોકડી, ૭.ઊંડી, ૮.વડપાન, ૯.કૂરી, ૧૦.આંજોલી, ૧૧.રામકોટ, ૧૨.મોટામાલપોર, ૧૩.ગંભીરપૂરા, ૧૪.વાંકોલ, ૧૫.કોલીયાપાડા, ૧૬.ઉમરખડા, ૧૭.વણખુટા, ૧૮.મુંગજ, ૧૯.મચામડી, ૨૦.સજણવાવ અને ૨૧.પાડા

 

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!