GUJARAT

ડેડાણ પોલીસે જુગાર પકડી પાડ્યો

યોગેશ કાનાબાર રાજુલા

ખાંભા પો.સ્ટે.ના ડેડાણ ટાઉન વિસ્તારમાં વરલી મટકાના આંક* *ફરકનો હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૩૧,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ*

*મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી. ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામા જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે *ધારી સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ સાહેબ* ના જરૂરી માર્ગદર્શન હેઠળ *ખાંભા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી કે.ડી.હડીયા સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે ખાંભા પો.સ્ટે.ના ડેડાણ આઉટ પોસ્ટના પો.સ્ટાફનાઓએ ડેડાણ ગામે હુસૈની ચોકમાં જાહેરમાં આંક ફરકના વરલી મટકાના જુગારના આંકડાઓ લખી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂ.૧૪,૧૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૩ મળી કુલ રૂ.૩૧,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં ખાંભા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત*

(૧) મહેશભાઇ ભુપતભાઇ ગરેણીયા ઉ.વ.૨૮ ધંધો.મજુરી (૨) યાસીરભાઇ લતીફભાઇ ખોખર ઉ.વ.૨૪ ધંધો.વેપાર (૩) લતીફભાઇ ઉસ્માનભાઇ ખોખર ઉ.વ.૪૪ ધંધો.વેપાર રહે.ત્રણેય ડેડાણ તા.ખાંભા જિ.અમરેલી

*પકડાયેલ મુદામાલની વિગત*

(૧) રોકડા રૂ.૧૪,૧૦૦/- (૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૭,૦૦૦/- (૩) જુગાર લગત સાહિત્ય કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૩૧,૧૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ*

આ કામગીરી *ખાંભા પો.સ્ટેના પો.સબ.ઇન્સ. શ્રી કે.ડી.હડીયા સાહેબ* ની સુચના અને માર્ગદર્શની હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના ASI કમલેશભાઇ મહેશભાઇ વાઢેર તથા ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ.મિતેશભાઇ કનુભાઇ વાળા તથા કિશોરભાઇ રાવતભાઇ ખાચર તથા કુમેશભાઇ બધાભાઇ શિયાળ દ્રારા કરવામાં આવેલ છે

યોગેશ કાનાબાર રાજુલા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!