PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાની જૂની પાદરડી પ્રા.શાળા ખાતે ધો.8 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

શહેરા તાલુકામાં નવી પાદરડી ક્લસ્ટર તેમજ પગાર કેન્દ્રમાં સમાવેશી જૂની પાદરડી પ્રા.શાળામાં ધો.8 માં અભ્યાસ કરતા 42 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સી.આર.સી.કો.ઓર્ડીનેટર પરિમલકુમાર એ.પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. ધો.8 ના વિદ્યાર્થીઓએ ધો.1 થી 8 ના શૈક્ષણિક અનુભવો રજૂ કરતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. શાળાના તમામ શિક્ષકોએ તેમના શૈક્ષણિક ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ કોન, સમોસા તેમજ કચોરીનો ગુણવત્તા સભર નાસ્તો આપવામાં આવ્યો હતો. આચાર્ય સુશીલાબેન પટેલ દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા. ડૉ.કલ્પેશ આર.પરમારે વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ વર્તમાન સમયે મહત્ત્વનું અંગ બની ગયું છે. આપણે સૌ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. જેથી નિયમિત શિક્ષણ માટે તત્પરતા રાખી પોતાનું, પરિવારનું, સમાજનું, ગામનું તેમજ શાળા પરિવારનું ગૌરવ બનો તેવી શુભકામનાઓ પાઠવી હતી. પરિપલકુમાર એ.પરમારે પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરી સૌને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં નાયક ફળીયા પાદરડી પ્રા.શાળાના આચાર્ય અર્જુનસિંહ બારીઆ, KGBV જૂની પાદરડીના વોર્ડન કમ હેડ ટીચર સોનલબેન ચૌહાણ અને સ્ટાફ તેમજ ભાનુભાઈ પટેલ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોર, રણજિતસિંહ બારીઆ, MDM સ્ટાફ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિદાય સમારંભ કાર્યક્રમમાં શાળા છોડી જવાનું દુઃખ તેમજ ઉજ્જવળ કારકિર્દી માટે ઉચ્ચ શિક્ષણ માટે જવાનો આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

તા.11.04.2022

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!