HALOLPANCHMAHAL

હાલોલ લાયન્સ કલબ ઓફ દ્વારા નવા નિમાયેલા પ્રમુખ તેમજ કાર્યવાહક મંડળનો પદગ્રહણ સમારોહ યોજાયો

તા.૨૪.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ વડોદરા હાઈવે પર આવેલ હોટલ ગોલ્ડન પેલેસ ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં લાયન્સ ક્લબ ઓફ હાલોલના ૨૦૨૩-૨૦૨૪ નાં નવા નિમાયેલા પ્રમુખ તેમજ કાર્યવાહક મંડળનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.જેમા લાયન પ્રવીણકુમાર. કે .રાજન ની ૨૦૨૩-૨૪ ના પ્રમુખ તરીકે પદગ્રહણ કરવામાં આવ્યું હતું. જેમાં પદગ્રહણ સમારોહ નાં પૂરોહિત પાસ્ટ ડિસ્ટિક ગવર્નર લાયન શશીકાંતભાઈ પરીખ દ્વારા પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું.જ્યારે સેક્રેટરી તરીકે લાયન રિઝવાન મુલતાની ,ખજાનચી તરીકે લાયન શ્રેયસ શાહ નિમાયા હતા.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેકટર મયુરધ્વજસિહ પરમાર ,હાલોલ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ શિતલભાઈ પટેલ, હાલોલ નગર પાલિકા પૂર્વ કારોબારી અધ્યક્ષ પ્રમોદસિહ રાઠોડ, હાલોલ નગર ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી રવિન્દ્રસિંહ ઠાકોર, લાયન્સ ક્લબ નાં વિવિધ પદાધિકારીઓ,મેમ્બરો સહિત મહાનુભવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!