GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વડાપ્રધાન મોદીજી ના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૦૮ રેલ્વે સ્ટેશન પૈકી ડેરોલ રેલ્વે સ્ટેશનનો ઈ-શિલાન્યાસ કરાયો

તારીખ ૦૬/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજરોજ દેશના ૫૦૮ રેલ્વે સ્ટેશનના પુન:વિકાસ માટે ઈ-શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વડોદરા મંડળ હેઠળ કુલ ૬ રેલ્વે સ્ટેશન પૈકી, પ્રતાપનગર ડભોઇ,ડેરોલ, મિયાગામ-કરજણ,ભરૂચ અને વિશ્વામિત્રીનો ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ અને કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.કાલોલ તાલુકાના ડેરોલ ખાતે આજરોજ યોજાયેલ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને દેશ ભક્તિના ગીત તથા મહેમાનોના સ્વાગત થકી કરાઈ હતી.આ સાથે મહાનુભાવોના હસ્તે ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વિજેતા શાળાના વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,ગયા વર્ષે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગોધરા રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરાયો હતો આજે જીલ્લાના ડેરોલ રેલ્વે સ્ટેશનના ઈ-શિલાન્યાસ થકી નવીનીકરણનું કામ શરૂ કરાશે જે અંતર્ગત મુસાફરોને ધ્યાને લઈને તમામ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.કેન્દ્ર સરકાર રેલ્વેનું સતત આધુનિકીકરણ કરીને ભૌતિક સુવિધાઓ સાથે વિકાસને આગળ ધપાવી રહી છે.આ તકે કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કહ્યું કે,દેશના વડાપ્રધાનની આગેવાની હેઠળ દેશમાં નવભારત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે.રેલવેના બ્યુટીફિકેશન થકી દેશની દશા અને દિશા બદલાઈ છે.દેશમાં સ્વચ્છતા અભિયાન થકી લોકોમાં જાગૃતિ આવી છે. આ પ્રસંગે રેલ્વેના ડિવિઝનલ ફાયનાન્સ મેનેજર નૂપુર ચૌધરી દ્વારા ડેરોલ રેલ્વે સ્ટેશનના નવીનીકરણ બાબતે માહિતી આપતા જણાવ્યું કે,રૂ.૨૭ કરોડના ખર્ચે ડેરોલ રેલ્વે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે જેમાં બંને સાઇડથી જોડતો ૧૨ મીટર પહોળો ઓવર બ્રિજ, સ્ટેશનના બીજા ગેટનું નિર્માણ, પાર્કિંગ,વેઇટિંગ રૂમ,વોશરૂમ, નવીન ટિકિટ બારી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. રેલ્વે સ્ટેશન ખાતે ઓવર બ્રિજ બનવાથી સ્ટેશનના બંને છેડે આવન જાવન માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!