AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા યથાવત રાખી

ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક અંગે ટિપ્પણી કરવા બદલ અપરાધિક માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી.
હાઈ કોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યા બાદ રાહુલ ગાંધી હવે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જો સુપ્રીમ કોર્ટ પણ સજા યથાવત રાખે તો રાહુલ ગાંધી લોકસભાની આગામી ચૂંટણી લડી શકશે નહીં. રાહુલની લોકસભાની સદસ્યતા પહેલા જ જતી રહી છે. હાઈકોર્ટે પણ અગાઉ રાહુલ ગાંધીની અરજી પર અંગે કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે.

માર્ચ 2019 માં રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને કરેલી ટિપ્પણીના સંદર્ભમાં સુરત કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી રાહુલની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી. આવી સ્થિતિમાં જો હાઈકોર્ટમાંથી રાહુલની તરફેણમાં નિર્ણય આવશે તો કોંગ્રેસના નેતાની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થઈ જશે.

આ અગાઉ, જસ્ટિસ પ્રાચકે મે મહિનામાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે તેમને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોર્ટ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ આપશે.

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?’ જેને લઈને ભાજપના વિધાન સભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!