RAJKOT

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈના અધ્યક્ષસ્થાને જસદણ-વીંછિયા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૧૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિચરતી-વિમુક્ત જાતિ તેમજ ગરીબોને સરકારી પ્લોટ આપવામાં નડતા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અપાઈ સૂચના

લોકોના આધારકાર્ડ કાઢવા, એન.એફ.એસ.એ. કાર્ડ કાઢીને વિનામૂલ્યે અન્નનો લાભ આપવા મિશન મોડમાં કામ શરૂ કરવા આહવાન

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે જસદણ પ્રાંત કચેરી ખાતે જસદણ તથા વીંછિયા તાલુકા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

જેમાં જસદણ તથા વીંછિયા તાલુકામાં વિચરતી વિમુક્ત જાતિ સમુદાયના લોકોને પ્લોટ આપવાનો પ્રશ્ન ચર્ચાયો હતો. જસદણ શહેરમાં ૧૩૩ પરિવારોને જમીનના હક્ક (સનદ) આપી દેવાઈ છે. જ્યારે ૧૭૦ નવી અરજીઓને પ્લોટ આપવા જમીન નક્કી કરવા સહિતની ચર્ચા થઈ હતી. ઉપરાંત પાંચવડા, બોઘરાવદર, ઘોઘલાણા, ભંડારીયા સહિતના વિસ્તારોમાં ગરીબ લોકોને સરકારી પ્લોટ આપવામાં નડતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે વિંછીયામાં ૩૯ પરિવારોને પ્લોટ અપાઈ ચૂક્યા છે. જ્યારે તાલુકાના અન્ય ગામોમાં ગરીબોને પ્લોટ આપવામાં નડતા પ્રશ્નો અને તેનો ઉકેલ લાવવા ચર્ચા કરાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઈએ આ તમામ પ્રશ્નોના સત્વરે ઉકેલ લાવીને, ગરીબ લોકોને પ્લોટ આપવા અંગેની પ્રક્રિયા આગળ વધારવા અધિકારીઓને સૂચના આપી હતી. બંને તાલુકામાં પી.જી.વી.સી.એલ.ને લગતા વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા. જેમાં મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ગયા હોવાથી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન મંત્રીશ્રીએ વર્ષોથી ભટકતું જીવન જીવતા અને હાલ ભાડલામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના ૨૫ જેટલા અરજદારોને સાંભળીને, તેમના આધારકાર્ડ, જન્મ તારીખના દાખલા, ચૂંટણીકાર્ડ કાઢવાની પ્રક્રિયા ઝડપી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કામને ઝુંબેશની જેમ ઉપાડવા આહવાન કરાયું હતું. આ ઉપરાંત જસદણ તથા વીંછિયા તાલુકાના પરિવારોને અન્નમ બ્રહ્મ તથા એન.એફ.એસ.એ. કાર્ડ કાઢીને સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા અન્નનો લાભ આપવા ઝુંબેશ શરૂ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવની હરણ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, પી.જી.વી.સી.એલ., ડી.આઈ.એલ.આર., રેવન્યુ તથા પંચાયત તલાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!