GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાંડિયા રાસના આયોજકોને સી.પી.આર.ની તાલીમ અપાઈ

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

____________

 

પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાંડિયા રાસના આયોજકોને સી.પી.આર.ની તાલીમ અપાઈ હતી જેમાં  નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.

 

આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદરૂપ બની શકે તે માટે આજ રોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના એનેસ્થેસિયા અને મેડિસન વિભાગના ઉપક્રમે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે CPR તાલીમનું આયોજન કરાયું હતું. દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR (CARDIO PULMONARY RESUSCITATION) આપવાની રહેશે. ગરબા આયોજકોએ પોતાની પાસે CPR માટે ટ્રાઈન્ડ પેરા મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવી અને કોઈપણ વ્યક્તિની તબિયત શંકાસ્પદ લાગે તો તાત્કાલિક આરામ આપવો અને ડૉક્ટરની દેખરેખ નીચે સા૨વા૨ આપવી. અચાનક બેહોશ થયેલ વ્યક્તિનું ધબકારા તપાસીને તરત અસરકારક CPR આપવું અને તે સાથે હોસ્પિટલમાં દાખલ કરવા ખાસ સાવચેતી રાખવી પડશે.

 

આ તાલીમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર,મેડિકલ કોલેજ,પંચમહાલ સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ.મોના પંડ્યા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મહેશ ચૌધરી સહિતના અધિકારીઓની હાજરીમાં તાલીમનું આયોજન કરાયું હતું.

 

*આટલું કરો*

 

> તમારી દવાઓ નિયમિત લો.

> તમારી કાર્ય ક્ષમતા જાણવા – કાર્ડિયોલોજીસ્ટનો સંપર્ક કરો.

> બેભાન વ્યક્તિના ધબકારા તપાસ કરીને તાત્કાલિક અસરકારક CPR આપવું અને જાહે૨ જગ્યાએ મુકેલ ઓટોમેટિક ડિફિબ્રિ૨િલેટ૨ (AED)નો ઉપયોગ ક૨વો.

> ગરબા રમતા દર ૨૦–૩૦ મિનિટ પછી થોડો વિરામ લો.

> ગરબા પહેલા,ગરબા રમ્યા કે કસરત કર્યા બાદ દ૨ ૨૦-૩૦ મિનિટે એક,બે ગ્લાસ પાણી પીવાનું રાખવું.

> મોટી અને ખુલ્લી જગ્યામાં ઓછી ગીચતાવાળી જગ્યાએ ગરબા રમવા.

> પાણી પુષ્કળ માત્રામાં પીવાનું રાખવું.

> પોતાના ડાયાબિટીસ, ઊંચું રક્તદબાણ, શ્વસનની તકલીફ કે અન્ય બીમારીની દવાઓ લઈને સતત નિયંત્રણમાં રાખવું.

> તમારી પાસે આપની તકલીફને લગતી માહિતીવાળું કાર્ડ, તાત્કાલિક ધોરણે મદદ કરી શકાય તેનો સંપર્ક નંબર રાખવો.

> કોઈપણ વ્યસન કરેલા વ્યક્તિને ગરબા માટે પ્રતિબંધીત ક૨વા.

 

*આટલું ન કરો*

 

> વધુ પડતો શ્રમ ક૨વાનું ટાળો.

>નમક, પાપડ, અથાણાં, તીખું, તળેલું ખાવાનું ટાળવું.

> બેભાન વ્યક્તિને ઘરેલુ ઉપચાર ક૨વામાં સમય ન બગાડવો.

> અડધો કલાકથી વધારે ગ૨બા ૨મવાનું કે કસરત ક૨વાનું ટાળવું

> તરસ છુપાવવી નહીં.તરસ્યા ન રહેવું.

> બંધિયા૨,વધુ ગીચ જગ્યામાં ગરબા ન કરવા.

>પોતાના ડાયાબિટીસ,ઊંચું રક્તદબાણ, શ્વસનની તકલીફને ધ્યાનમાં રાખીને વધુ શ્રમ ન કરવો.

> ગરબા રમવા / કસરત ક૨વા ઈચ્છુક વ્યક્તિએ તમામ પ્રકારના વ્યસનો ન કરવા.

***

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!