GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના ખાખરેચી ગામે બે ભેંસ કોઈ અજાણ્યા ચોર ઈસમ હંકારી ગયા 

MALIYA (Miyana):માળીયા(મી)ના ખાખરેચી ગામે બે ભેંસ કોઈ અજાણ્યા ચોર ઈસમ હંકારી ગયા

 

 

માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે વાડામાં ૧૫ ભેંસ તથા ૧ ગાય બાંધેલ હોય જેમાંથી ૨ ભેંસ કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે પશુપાલનના ધંધાર્થી દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી)ના ખાખરેચી ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બળદેવભાઈ માત્રાભાઈ શિયાર ઉવ.૩૨ પાસે પોતાની માલીકીની કુલ ૨૫ ભેંસ તથા ૫ ગાયો છે. ત્યારે ગત તા.૧૭/૦૮ના રોજ બળદેવભાઈ પોતાના માલઢોરને ચરાવી નિત્યક્રમ મુજબ ૧૦ ભેંસો અને ચાર ગાય પોતાના ઘરે આવેલ વાડામાં બાંધી હતી બાકીની ૧૫ ભેંસ અને ૧ ગાય ખાખરેચી ગામની સીમમાં વેણાસર જવાના રસ્તે આવેલ વાડામાં બાંધેલ હતી. ત્યારે બીજા દિવસે તા. ૧૮/૦૮ ના રોજ સવારમાં ઉપરોક્ત વાડામાં જોતા ૧૫ ભેંસમાંથી બે ભેંસ જોવામાં ન આવતા જે બે ભેંસની આજુબાજુમાં તથા સગાવ્હાલામાં શોધખોળ કરતા નહીં મળી આવતા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાનું જણાતા ગત તા. ૨૩/૦૮ ના રોજ માળીયા(મી) પોલીસ મથકમાં ઉપરોક્ત બે ભેંસની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!