BHARUCHBHARUCH CITY / TALUKO

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૧ મી બેઠક યોજાઇ

ભરૂચ-મંગળવાર – બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે એડિશનલ ચીફ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ,બાયફ,ગુજરાતના અભિષેક પાંડેના અધ્યક્ષસ્થાને ચાસવડ ખાતે ૨૧ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં, કે.વી.કે ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી મહેન્દ્રભાઈ પટેલે મિટિંગમાં ગત વર્ષ યોજાયેલ વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની મિનીટસનું વાંચન કરી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો.  કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ ૨૦૨૩ -૨૦૨૪નો પ્રગતિ અહેવાલ અને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ આયોજન અહેવાલ રજૂ કરેલ હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શ્રી અભિષેક પાંડે દ્વારા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી કામગીરીથી પ્રભાવિત થયા હતા. આ તબક્કે તેમણે ઉપયોગી સલાહ સૂચન આપ્યા હતા. ડૉ .નિતિન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા કેવીકે ભરૂચ દ્વારા ચાલતી પ્રવૃતિઓને બિરદાવી હતી. કેવીકેના ફાર્મ ખાતે વિવિધ નિદર્શનનોમાં જામફળ, નર્સરી, ઘાસચારા અને વર્મીકમ્પોસ્ટ યુનિટની સરાહના કરી હતી.

ખેડૂત પ્રતિનિધિ શ્રી અંબુભાઇ વસાવા અને વિક્રમભાઈ વસાવા દ્વારા કેવીકે દ્વારા આપવામાં આવેલ નાગલી, ડુંગળી, ભીડા પાકોના નિદર્શનો વિષે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. શ્રીમતી અમિતાબેન વસંતભાઈ ચોધરી દ્વારા વર્મીકમ્પોસ્ટ માટેની તાલીમો મળી જેનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ડૉ. એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ. વી. કે. પોસીયા,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કેવીકે નર્મદા, ડૉ. એ. ડી. રાજ, આચાર્ય પોલિટેકનિક એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ. ડૉ.તુષાર યુ પટેલ મદદનીશ પ્રાધ્યાપક, એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ, ડૉ.સંદીપ સાંગાણી,મદદનીશ પ્રાધ્યાપક, એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ, શ્રી નીતિન આંબલીયા, બાગાયત અધિકારી, ભરૂચ, શ્રી રાકેશ આર કુમાર, ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા, ભરૂચ, શ્રી રાજેંન્દ્ર પટેલ, એરીયા મેનેજર, આગાખાન,સંસ્થા, નેત્રંગ, ડૉ પી.આર. વસાવા, પશુપાલન અધીકારી, શ્રી. યોગેશ ડી. પવાર, વિસ્તરણ અધિકારી નેત્રંગ,  શ્રી.સુરેશ બી પટેલ. મેનેજર, સુમુલ ડેરી ચાસવડ, તેમજ પ્રગતીશિલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!